Home> India
Advertisement
Prev
Next

મન કી બાત: દેશનું કૃષિ ક્ષેત્ર, ખેડૂતો એ આત્મનિર્ભર ભારતનો આધાર-પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે દેશનું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો, આપણા ગામડા, આત્મનિર્ભર ભારતનો આધાર છે. તેઓ મજબૂત થશે તો આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશે. છેલ્લા કેટલાક સમયથી આ ક્ષેત્રોએ પોતાને અનેક બંધનોમાંથી મુક્ત કર્યા છે. 

મન કી બાત: દેશનું કૃષિ ક્ષેત્ર, ખેડૂતો એ આત્મનિર્ભર ભારતનો આધાર-પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ  'મન કી બાત' રેડિયો કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ 'મન કી બાત'ના 69મા એપિસોડમાં કોરોના વાયરસ મહામારીથી જીવનમાં આવેલા ફેરફારનો ઉલ્લેખ કરતા કહ્યું કે પરિવારનું મહત્વ હવે સમજમાં આવી રહ્યું છે. તેમણે લોકડાઉન (Lockdown) માં પસાર કરેલી પળોને યાદ કરી. પ્રધાનમંત્રીએ વાર્તા સંભળાવવાની કળાનો ઉલ્લેખ કરતા કહ્યું કે વાર્તાઓનો ઈતિહાસ એટલો જ જૂનો છે જેટલી જૂની માનવ સભ્યતા. તેમણે હિતોપદેશ અને પંચતંત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે વાર્તાઓથી વિવેક અને બુદ્ધિમત્તાનો સંદેશ અપાય છે. પીએમ મોદીએ બેંગ્લુરુ સ્ટોરી ટેલિંગ ગ્રુપને એક વાર્તા સંભળાવવાની ભલામણ કરી. તેમણે રાજા કૃષ્ણદેવ રાયની એક વાર્તા સંભળાવી જેમાં તેનાલીરામનો ઉલ્લેખ હતો. આ ઉપરાંત પીએમ મોદીએ ખેડૂત બિલ અંગે પણ વાત કરી. તેમણે  કહ્યું કે તેનાથી ખેડૂતોને ખુબ ફાયદો થશે. કિસાન બિલથી ખેડ઼ૂતોને ઈચ્છિત ભાવ મળશે. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતોને આ નવા બિલોથી પાક વેચવાની આઝાદી મળશે. 

fallbacks

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન, લાંબા સમયથી કોમામાં હતા, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

ખેડૂતો આત્મનિર્ભર ભારતનો આધાર
પીએમ મોદીએ કહ્યું કે દેશનું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો, આપણા ગામડા, આત્મનિર્ભર ભારતનો આધાર છે. તેઓ મજબૂત થશે તો આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશે. છેલ્લા કેટલાક સમયથી આ ક્ષેત્રોએ પોતાને અનેક બંધનોમાંથી મુક્ત કર્યા છે. અનેક મિથકોને તોડવાનો પ્રયત્ન કર્યો છે. 

ખેડૂતો જીવંત ઉદાહરણ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા ત્યાં કહેવાય છે કે જે જમીન સાથે જોડાયેલા હોય છે, તેઓ મોટામાં મોટા તોફાનમાં પણ અડગ રહે છે. કોરોનાના આ કપરા સમયમાં આપણા કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂતો તેનું જીવંત ઉદાહરણ છે. 

વાર્તાઓનો ઈતિહાસ માનવ સભ્યતા જેટલો જૂનોપીએમ મોદીએ કહ્યું કે વાર્તાઓનો ઈતિહાસ એટલો જ જૂનો છે જેટલી જૂની માનવ સભ્યતા છે. વાર્તાઓ લોકોનો રચનાત્મક અને સંવેદનશીલ પક્ષ સામે લાવે છે અને પ્રગટ કરે છે. વાર્તીની તાકાતને મહેસૂસ કરવી હોય તો જ્યારે કોઈ માતા પોતાના નાના બાળકને સૂવડાવવા માટે કે પછી તેને ભોજન કરાવવા માટે વાર્તા સંભળાવતી હોય ત્યારે જુઓ. હું મારા જીવનમાં ખુબ લાંબા સમય સુધી એક કુટુંબ તરીકે રહ્યો. ઘૂમતા રહેવું જ મારું જીવન હતું. દરરોજ નવું ગામ, નવા લોકો, નવા પરિવાર. સાથીઓ ભારતમાં વાર્તા કહેવાની, કે એમ કહો કે ટુચકાઓ સંભળાવવાની એક સમૃદ્ધ પરંપરા રહી છે. 

તામિલનાડુના 'વિલ્લુ પાટ'નો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે, 'આપણને ગર્વ છે કે આપણે એ દેશના વાસી છીએ જ્યા હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે. જ્યાં વાર્તાઓમાં પશુ પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા છે જેથી કરીને વિવેક અને બુદ્ધિમત્તાની વાતોને સરળતાથી સમજાવી શકાય. તામિલનાડુ અને કેરળમાં વાર્તા સંભળાવવાની ખુબ જ રોચક પદ્ધતિ છે. જેને 'વિલ્લુ પાટ' કહે છે. જેમાં વાર્તા અને સંગીતનો ખુબ જ આકર્ષક સમન્વય હોય છે. આપણા ત્યાં કથાની પરંપરા રહી છે. તે ધાર્મિક વાર્તાઓ કહેવાની પ્રાચિન પદ્ધતિ છે. જેમાં 'કતાકાલક્ષેવમ્' પણ સામેલ રહ્યું. આપણા ત્યાં જાત જાતની લોકકથાઓ પ્રચલિત છે.'

'પરિવારનો દરેક સભ્ય સંભળાવે એક વાર્તા'
પીએમ મોદીએ કહ્યું કે 'આપણે કથા-શાસ્ત્રને વધુમાં વધુ કેવી રીતે પ્રચારિત કરીએ, પોપ્યુલર કરીએ, અને દરેક ઘરમાં સારી કથા કહેવી, સારી કથાઓ બાળકોને સંભળાવવી, એ જન જીવનની ખુબ મોટી ક્રેડિટ હોવી જોઈએ. એવું વાતાવરણ કેવી રીતે બનાવવું, તે દિશામાં આપણે બધાએ મળી કામ કરવું જોઈએ. હું જરૂર તમને આગ્રહ કરીશ કે પરિવારમાં દર અઠવાડિયે તમે વાર્તાઓ માટે થોડો સમય કાઢો. તમે જુઓ કે પરિવારમાં કેટલો મોટો ખજાનો થઈ જશે, રિસર્ચનું કેટલું ઉત્તમ કામ થશે, દરેકને કેટલો આનંદ આવશે અને પરિવારમાં એક નવા પ્રાણ, નવી ઉર્જાનો સંચય થશે.'  

આ કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો, ડીડી અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર પ્રસારણ થાય છે. મન કી બાત કાર્યક્રમનું આકાશવાણી પર અલગ અલગ ભાષાઓમાં પ્રસારણ થાય છે. હિન્દી પ્રસારણ બાદ અન્ય ભાષાઓમાં આ કાર્યક્રમ પ્રસારિત થાય છે. ગત મહિને 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકલ માટે વોકલ બનવાની અપીલ કરી હતી. ખાસ કરીને રમકડાં બનાવવાના ઉદ્યોગમાં  ભારતીયો લોકોને આગળ આવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં લોકલ રમકડાંની ખુબ સમૃદ્ધ પરંપરા રહી છે. અનેક પ્રતિભાશાળી અને કુશળ કારીગરો છે. જે સારા રમકડાં બનાવવામાં મહારથ ધરાવે છે. જે રાષ્ટ્ર પાસે આટલો સમૃદ્ધ વારસો હોય, પરંપરા હોય તો શું રમકડાના બજારમાં તેની ભાગીદારી આટલી ઓછી હોય? આ ઉપરાંત ખેડૂતો વિશે પણ ચર્ચા કરી હતી. 

જુઓ LIVE TV

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More